ટ્રમ્પ કેબિનેટમાં ઇલોન મસ્ક, વિવેક રામાસ્વામીની એન્ટ્રી

ટ્રમ્પ કેબિનેટમાં ઇલોન મસ્ક, વિવેક રામાસ્વામીની એન્ટ્રી

ટ્રમ્પ કેબિનેટમાં ઇલોન મસ્ક, વિવેક રામાસ્વામીની એન્ટ્રી

Blog Article

અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર, 13 નવેમ્બરે જાહેરાત કરી હતી કે ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી નવા રચવામાં આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. રામાસ્વામી એવા પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે જેમને ટ્રમ્પ દ્વારા આવતા વર્ષે 20 જાન્યુઆરીથી તેમના વહીવટીતંત્રમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમેરિકન દેશભક્ત વિવેક રામાસ્વામી સાથે મળીને ગ્રેટ ઇલોન મસ્ક ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. સાથે મળીને આ બે અદભૂત અમેરિકનો મારા વહીવટીતંત્રમાં સરકારી અમલદારશાહીને ખતમ કરવાનો, વધારાના નિયમોમાં દૂર કરવાનો, નકામા ખર્ચમાં ઘટાડો કરવાનો અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે. આ કવાયત ‘સેવ અમેરિકા’ અભિયાન માટે જરૂરી છે.

રિપબ્લિકન રાજકારણીઓએ ખૂબ લાંબા સમયથી આવા નવા મંત્રાલયના ઉદ્દેશ્યો વિશે સપનું જોયું છે. કઠોર પરિવર્તનને લાવવા માટે સરકારી કાર્યક્ષમતા વિભાગ સરકારની બહારથી સલાહ અને માર્ગદર્શન આપશે તથા વ્હાઇટ હાઉસ અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સાથે ભાગીદારી કરીને મોટા પાયે માળખાકીય સુધારાને આગળ ધપાવવા કામ કરશે. આ વિભાગે સરકારમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો ઉદ્યોગસાહસિક અભિગમ ઊભો કરશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે કાર્યક્ષમતા પર ધ્યાન આપીને ઇલોન અને વિવેક ફેડરલ બ્યુરોક્રેસીમાં ફેરફારો કરશે અને સાથે સાથે તમામ અમેરિકનો માટે જીવન બહેતર બનાવશે. મહત્વની બાબત એ છે કે, અમે અમારા વાર્ષિક 6.5 ટ્રિલિયન ડોલરના સરકારી ખર્ચમાં મોટાપાયે વ્યાપેલા કચરો અને ફ્રોડને દૂર કરીશું.વધુ કાર્યક્ષમતા અને ઓછી અમલદારશાહી સાથે નાની સરકાર, સ્વતંત્રતાની ઘોષણાની 250મી વર્ષગાંઠ પર અમેરિકાને એક મોટી ભેટ હશે. મને વિશ્વાસ છે કે તેઓ સફળ થશે.

Report this page